ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના હનમતમાળ ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેસોત્સવ-2022 ઉજવવામાં આવ્યો. જેમાં વલસાડના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.

Decision Newsને સ્થાનિક સૂત્ર સુનીલ માહલાના જણાવ્યા પ્રમાણે હનમતમાળમાં યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેસોત્સવ-2022ની ઉજવણી પ્રસંગે વલસાડના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જ્યોત્સનાબેન પટેલ, લાયઝન ઓફિસર નીરવભાઈ સોલંકી ગામનાં સરપંચ શ્રીમતી રાસલીબેન માહલા, ATVT ચેરમેન ઝીણાભાઈ પવાર, સી. આર.સી રમણભાઈ, તાલુકા ICDS ઓફિસર, ગ્રામપંચાયતનાં સભ્યો, એસ.એમ.સી સભ્યો, આંગણવાડી વર્કરો, ગ્રામજનો, શાળાનાં શિક્ષકો અને બાળકોએ ભાગ લીધો.

આ કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેસોત્સવમાં ધોરણ 1 માં કુલ 37 બાળકો અને આંગણવાડીમાં કુલ 7 બાળકોએ પ્રવેશ લીધો, એસુરડા પ્રાથમિકશાળામાં 25 અને આંગણવાડીમાં 3 બાળકોએ પ્રવેશ લીધો, તેમજ કાંજણવાડી પ્રાથમિકશાળા વર્ગ હનમતમાળ ધોરણ 1 માં 12 બાળકો અને આંગણવાડીમાં 1 બાળક પ્રેવેશ લીધો.