સાપુતારા: આજે ફરી એક તરફી પ્રેમનો અંત આવ્યો.. આજે સાપુતારાનાં ટેબલ પોઈંટ નજીકની એક તરફી પ્રેમ માં નિષ્ફળ સોનગઢ યુવકે ખીણમાં પડતુ મૂકી આપઘાત કરી પોતાના પ્રેમનો અંત આણ્યો હોવાની ઘટના બહાર આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ તાપીના સોનગઢ તાલુકાનાં અગાસવાણ ગામનાં યુવક નામે સનિષભાઈ દેવચંદભાઈ ગામીત.ઉ.19 જે ગામની જ એક યુવતીને એકતરફી પ્રેમ કરતો હોય જેથી પ્રેમમાં નિષ્ફળતા મળતા તે નાસીપાસ થઈ તા.15 મી જૂને ઘરેથી પોતાની GJ-26 L- 6798 નંબરની મોટરસાયકલ લઈ નીકળી ગયો હતો.જે અંગે યુવકના માતાપિતાએ સોનગઢ પોલીસ મથકમાં ગુમ થવા અંગે ફરિયાદ પણ નોંધાવી શોધખોળ આદરી હતી.તે દરમિયાન ગુમ થયેલ યુવકની બાઇક નં GJ-26-L- 6798 સાપુતારાનાં ટેબલ પોઇન્ટ પર બિનવારસી હાલતમાં મળી આવી હતી.સાપુતારાનાં ટેબલ પોઈંટનો ખીણ વિસ્તાર મહારાષ્ટ્ર રાજયની હદમાં હોય જેથી પરિવારજનો અને મહારાષ્ટ્રનાં સુરગાણા પોલીસે ટેબલ પોઇન્ટનાં સુસાઈટ પોઇન્ટ તરીકે ઓળખાતી ખીણ સાઈડે તપાસ હાથ ધરતા ઊંડી ખીણમાં ગુમ થયેલ યુવકનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો.જેની ઓળખ તેના પિતાએ કરી યુવકે પ્રેમમાં નિષ્ફ્ળતા મળતા પગલુ ભર્યું હોવાનું પોલીસને જણાવ્યુ હતુ.

હાલમાં મહારાષ્ટ્રની સુરગાણા પોલીસે પંચનામું કરી લાશને પીએમ માટે મોકલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.