સાપુતારા: ચોમાસું શરુ થયું જ છે ત્યાં તો અકસ્માતોની સંખ્યા બમણી થવા લાગી છે ગતરોજ વઘઇથી સાપુતારાને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં શિવારીમાળ નજીક કાપડનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતા અકસ્માતની ઘટના બનવા પામી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર સુરત તરફથી કાપડનો જથ્થો લઈને નાસિક તરફ જતી TS-13-UB 8670 નંબરની ટ્રક વઘઇથી સાપુતારાને જોડતા રસ્તાના શિવારીમાળ ગામ નજીકનાં વળાંકમાં ટ્રક ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક પલ્ટી મારી ગઈ જેના કારણે ગંભીર અકસ્માતનો બનાવ બન્યો. આ અકસ્માતમાં ચાલકને પગે ઈજા પહોંચી હતી. જ્યારે ટ્રકને મોટુ નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.

અકસ્માત થયાના ગણતરીની મીનીટોમાં જ ઘાયલ બનેલા ટ્રક ચાલકને 108 મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાની જાણવા મળ્યું છે.