રાજકીય: BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પાર્ટીના સંવાદદાતા સંમેલનમાં ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરવામાં આવતાં હાલમાં મુર્મૂને ‘ઝેડ પ્લસ’ ની સુરક્ષા આપવામાં આવી છે. અર્ધસૈનિક દળના લગભગ 14-18 જવાનોની એક ટીમે સુરક્ષાની જવાબદારી સંભાળી લીધી.

આ જાહેરાતના તાત્કાલિક બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીઆરપીએફને મુર્મૂની સુરક્ષાની જવાબદારી સંભાળવા માટે વીઆઈપી સુરક્ષા દળને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને જોખમની શંકા હોવા સંબંધી રિપોર્ટ રજૂ કર્યા બાદ ગૃહ મંત્રાલયે આ નિર્ણય કર્યો હોવાની જાણવા મળ્યું છે.

પોતાની જવાબદારી માટે સમર્થન માગવા ધારાસભ્યો અને વિભિન્ન રાજકીય દળોના નેતાઓને મળવા માટે દ્રૌપદી મુર્મૂ આગામી એક મહિનામાં ઘણી યાત્રાઓ કરે તેવી આશા છે.ત્યારે રાજ્ય અને દેશમાં ક્યાંય પણ મુસાફરી દરમિયાન Z+ સુરક્ષા તેમની સાથે રહેશે.