ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે વલસાડ જિલ્લામાં ચાલતી સ્કૂલોમાં કોન્ટ્રાક્ટ બેઝ પર પટાવાળા અને સિકયુરિટી તરીકે પોતાની નોકરી કરી રહેલા કર્મચારીઓનું મોટા પ્રમાણમાં શોષણ કરવામાં આવી રહ્યાની ફરિયાદને લઈને આજે બેઠક યોજવામાં આવી હતી.

Decision News સાથે વાત કરતા યુવાપ્રિય આદિવાસી નેતા કલ્પેશ પટેલ જણાવે છે કે આ કોન્ટ્રાક્ટ બેઝ પર પટાવાળા અને સિકયુરિટી તરીકે પોતાની નોકરી કર્મચારીઓ કહે છે કે 2016 થી તેઓ હગામી ધોરણે નોકરીઓ કરે છે આગામી દિવસમાં એમની વિવિધ માંગણીઓ બાબતે યોગ્ય રજૂઆત કરવામાં આવશે અને જેટકો ના આઉટસોર્સીંગના કર્મચારીઓ જે રીતે પોતાની માંગણીઓ કરી રહ્યા છે તેઓ સાથે એક જૂથ થઇ સંકલન કરી આગામી દિવસમાં કાર્યક્રમ આપવામાં આવ છે

આદિવાસી લોકોની સમસ્યા અને પ્રાણ મુંઝવણ ભર્યા પ્રશ્નોનું સરકાર અને તેનું વહીવટીતંત્ર નિરાકરણ ન લાગે ત્યાં સુધી  ઉલગુલાન ચાલુ રેહશે એ નક્કી છે.