ગુજરાત: ધો.1થી 12માં ખાલી જગ્યાના આધારે નિયત વેતનથી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં જ્યાં શિક્ષકની ઘટ છે ત્યાં પ્રવાસી શિક્ષકની ભરતી કરવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
સંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ સરકારની મંજૂરી મળતાની સાથે જ આજે 22મી જૂનને બુધવારના રોજ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષકોના વેતનની વિગતો સાથેનો સત્તાવાર ઠરાવ પણ પ્રસિદ્ધ કર્યો છે. પ્રવાસી શિક્ષક માટે જે વતન નિયત કરાયુ છે તેમાં પ્રાથમિકમાં રૂ.10,500, માધ્યમિકમાં રૂ.16,500, ઉ.માધ્યમિકમાં રૂ.16,700 વેતન ચુકવવામાં આવશે.
માધ્યમિકમાં તાસદીઠ રૂ.175 અને દિવસના વધુમાં વધુ 5 તાસ લઈ શકાશે અને દૈનિક મહત્તમ રૂ.875 ચુકવી શકાશે. ઉચ્ચત્તર માધ્યમિકમાં તાસદીઠ રૂ.200 અને દિવસનાં 4 તાસુ અને દૈનિક મહત્તમ વેતન રૂ.800 ચૂકવી શકાશે. પ્રાથમિકમાં તાસ પદ્ધતિ ન હોવાથી દૈનિક રૂ.510 અને માસીક રૂ.10,500 ચુકવી શકાશે.

