વલસાડ: ગતરોજ દેશભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જાયન્ટસ ગ્રૂપ ઑફ વલસાડ દ્વારા મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ, છીપવાડના દિવ્યાંગ બાળકો તથા પ્રાથમિક શાળાના બાળકો સાથે યોગ ડે ઉજવી સમાજમાં નવીન સંદેશ આપ્યો છે.
જુઓ વિડીયો..
જાયન્ટસ ગ્રૂપ ઓફ , વલસાડ દ્વારા ઉજવાયેલા યોગા ડે માં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ, છીપવાડના દિવ્યાંગ બાળકો તથા પ્રાથમિક શાળાના બાળકો અને જાયન્ટસના પ્રમુખ ડૉ. આશા ગોહિલ, પ્રોજેક્ટ ચેરપર્સંન ઉષા ઓઝા, દક્ષેશ ઓઝા, શીરીન વોરા, નેહાબેન તથા ઉપસ્થિત સભ્યો તેમજ જલારામ મનોવિકાસ ટ્રસ્ટના આચાર્યશ્રી આશા સોલંકી, ડૉ. સોનમબેન, કુંતલભાઈ , તથા સમગ્ર સ્ટાફ પરિવારની મદદથી બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ યોગા ડે માં “માનવતા માટે યોગ ” આ થીમ પર આધારિત યોગ દ્વારા આરોગ્ય, સુખાકારી સાથે શાંતિ – વૈશ્વિક બંધુતાનો સંદેશ અપાયો.











