અનાવલ: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું શરુ થઇ ચૂકયું છે ત્યારે DGVCL અનાવલ શાખાનું વહીવટીતંત્રના અધિકારીઓ ભીનાર ખડકાલા માર્ગ પરથી પસાર થતાં મુસાફરો સાથે જાણે જાનલેવા રમત રમી રહ્યું હોય, એવો બેદરકારી ભર્યો વિડીયો પ્રકાશમાં આવ્યો છે.
જુઓ વિડીયો..
DGVCL અનાવલ શાખા દ્વારા શુક્રવારે પાવર કાપ મૂકી વીજ તાર જ્યાંથી પસાર થાય તેવા જગ્યાઓ સાફ કરવાનું કાર્ય કરતાં હોવાનું જાણવા મળે છે પણ આ શાખાના કર્મચારીઓ કે અધિકારીઓ પોતાના કામમાં વેઠ જ ઉતરતા હોવાના આ વિડીયોમાં દ્રશ્યો તમે જોઈ શકો છો.. આ જીવંત વીજ તાર સાથે ઝાડની ડાળીઓ અથડાવવા થી કેટલી આગની જવાળાઓ ભભકી રહી છે જો ખડકાલા થી મોટીવાલઝર હાઈવે રોડ પર HP પેટ્રોલપંપ પાસે કદાચ આ જીવંત વીજ તાર તૂટે અને આ માર્ગ પરથી પસાર થતાં કોઈ મુસાફરનો જીવ જાય તો જિમ્મેદારી કોણ લેશે.. કોઈ પરિવારનું સર્વસ્વ છીનવવાનો અધિકાર DGVCL કોણે આપ્યો.. કોઈના જીવ સાથે રમત રમવાની પરવાનગી DGVCLને કોણે આપી.. શું વહીવટતંત્ર આવા બેજવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલાં નહિ લે. જો કોઈ મોટી દુર્ઘટના ઘટિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી DGVCL અનાવલ શાખાની રેહશે એવી લોકચર્ચા હાલ સંભાળવા મળી રહી છે.

