નર્મદા: તિલકવાડા તાલુકાના સુરજીપૂરા ગામના આદિવાસી સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર્તા કૌશિકભાઈ તડવી દ્વારા ધોરણ 1 થી 7 સુધીના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યા હતા.જેના થકી બાળકોનો ઉત્સાહ વધે અને બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધારી શકાય આ સ્પર્ધામાં સુરજીપૂરા ગામના 50 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી મુજબ તિલકવાડા તાલુકામાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બાળકોનો ઉત્સાહ વધારવા અને બાળકોને આગળ લાવવા માટે અનેક વાર કાર્યક્રમોનું અયોજન કરવામાં આવતું હોય છે જેના થકી આદિવાસી સમાજના બાળકો જીવનમાં આગળ વધે અને સારું જીવન જીવી શકે જેના ભાગરૂપ આજ રોજ તિલકવાડાના સુરજીપુરા ગામે આદિવસી સમાજના આગેવાન કૌશિકભાઈ તડવી દ્વારા પોતાના જન્મ દિવસની ઉજવણી કરતા કાર્યક્રમની શરૂઆતમાં બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ ધોરણ 1 થી 7 સુધીના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવાં આવ્યું હતું સાથે જ બાળકોને સ્કૂલ બેગ નોટબુક પેન્સિલ સહિત સ્કૂલને લગતી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેના થકી બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે બાળકો જીવનમાં આગળ આવી પ્રગતિ કરી સારું જીવન જીવી શકે તે ઉદ્દેશ્ય સાથે સુરજી પુરા ગામે કાર્યક્રમનું આયોજન કરીને સામાજિક કાર્યકર્તાએ જન્મ દિવસની ઉજવણી કરી.