ડાંગ: દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પોતાની બેટિંગ શરુ કરી ચુક્યો છે ત્યારે આંખોને ઠંડક આપતો નજારો ગિરિમથક સાપુતારામાં જોવા મળી રહ્યો છે હાલમાં ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે લોકો રજા અને નયનરમ્ય નજારો માણવા મોટા પ્રમાણમાં આવ્યાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ગિરિમથક સાપુતારામાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડવાની શરૂવાત થઇ જતા વાતાવરણ ધુમ્મસિયું બન્યાને કારણે પ્રવાસીઓને સાપુતારા હિલ સ્ટેશનમાં સ્વર્ગ સમાન નજારો જોવા મળ્યો હતો. સહેલાણીઓએ અદભુત નજારાની મોજ માણી રહ્યા છે. સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણમાં લીધે હાલ વાહનચાલકોને મુશ્કેલી ભોગવી રહ્યા છે.

હાલ સાપુતારામાં આહલાદ્ક નજારાનો આનંદ ઉઠાવવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઊમટી રહ્યા છે  જેના કારણે સાપુતારામાં વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.