વાંકલ: ઉમરપાડા તાલુકાના ગુલીઉમર‌ વિશ્વ યોગ દિનની ઉજવણી ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલમંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને ગુજરાત સરકાર રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે શ્રી એક્શન યુવા ગૃપ-ઉમરપાડા માઘ્યમથી કાર્યક્રમ યોજાયો.

જુઓ વિડીયો…

Decision Newsને મળેલી જાણકારી મુજબ કાર્યક્રમમાં યોગનું મહત્વ અને વિશ્વમાં યોગા વિશેની માહિતી આપવામાં આવી આને તેના ફાયદો વિશે માહિતી પ્રદાન કરવામાં આવી સાથે સવારના સમયમાં યોગાસન કરવામાં આવ્યા. આપણા તન,મન અને સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે, આપણા રોજીંદા જીવનમાં એક અગત્યનો ભાગ ભજવે છે,સાથે આપણા મનને એકાગ્રતા અને આનંદમય જીવન માટે તંદુરસ્તી માટે યોગ‌ અત્યંત આવશ્યક છે.

કાર્યક્રમમાં નેહરૂ યુવા કેન્દ્ર – સુરત આને શ્રી એક્શન યુવા ગૃપ પ્રમુખ વિજય વસાવા, પરેશ વસાવા ગુજરાત સરકાર રાજ્ય યોગ બોર્ડ યોગ ટ્રેનરો મહેશ વસાવા, સુરભી વસાવા‌ અને પ્રાથમિક શાળાના આચાર્ય મેહુલ ઠંઠ સૌથી ઉપસ્થિત રહ્યા હતા.