નવસારી: પેટ્રોલ-ડીઝલ, શાકભાજીના ભાવ તો આસમાને છે જ અને હવે બાળકોના અભ્યાસમાં પણ 25 ટકા, નોટબુકમાં 40 ટકા અને સ્ટેશનરીમાં 20 ટકાનો ભાવ વધારો થતાં અમારી ઊંઘ હરામ બની હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે.

હાલમાં ફરીથી શાળા-કોલેજમાં ઓફલાઈન અભ્યાસક્રમ ચાલુ થઇ ગયો છે ત્યારે વધેલી અન્ય વસ્તુઓની મોંઘવારી વચ્ચે અભ્યાસની સામગ્રીનો ભાવ વધતા વાલીઓએ વધુ એક આર્થિક બોજ પડી ગયો છે. વાલીઓનું કહેવું છે કે હાલમાં એ-4 સાઈઝના (100 પાના)ની નોટ રૂ. 200 જે વીતેલા વર્ષમાં 160 રૂપિયા હતા અને પાઠ્ય પુસ્તકોમાં 25 ટકાનો ભાવ વધારો થયો છે.

હાલમાં બજારમાં શિક્ષણમાં જરૂરી સાધનોનો સ્ટેશનરીમાં 20 ટકાના ઉચા ભાવે મળી રહ્યા છે. યુનિફોર્મના કાપડ અને સિલાઈમાં પણ 40થી 50 ટકાનો ભાવ વધારો થઇ ગયો છે જેના લીધે વાલીઓને પોતાના બાળકોને ભણાવવામાં ઘરનું આખું બજેટ ખોલાઈ ગયું છે.