વાંસદા: ગ્રામસેવકની ભરતીમાં ૦૫/૦૬/૨૦૨૨ ના રોજ યોજાયેલ ગ્રામસેવકની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિ થઈ અને BRSના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોય જેને લઈ આજરોજ વાંસદા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ હાલમાં જ યોજાયેલી ગ્રામસેવકની પરીક્ષામાં ગ્રામસેવકના પેપરમાં ગ્રામસેવકની જગ્યાને લાગતો એક પણ પ્રશ્નો પૂછવામાં ન આવ્યો, પંચાયત રાજના પ્રશ્ન માત્ર બે-ત્રણ રહ્યા અને કૃષિ ક્ષેત્રનું જે પ્રશ્નો પૂછવામાં આવ્યા તે પણ પી.એચ.ડી. લેવલના અને ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે બી.આર.એસ. અને ડિપ્લોમાંના વિદ્યાર્થીઓને હંમેશા માટે ગ્રામસેવક ભરતીમાંથી બાકાત રહેવું પડે એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા. રાજ્યમાં અનેક સેન્ટરો પર વર્ગ ખંડમાં પેપર બોક્ષ નું સીલ ખોલતા પહેલા બે વિધાર્થીઓની સહી લેવાની હોય છે તે સહી લીધા વગર જ પેપર આપી દેવામાં આવ્યા, એવું તો શું રહસ્ય હશે એ પેપર બોક્ષમાં કે વિદ્યાર્થીઓની સહી લીધા વગર પેપર એટલી ઉતાવળમાં આપી દેવામાં આવ્યા, જેનાથી ક્યાંક ને ક્યાંક ગેરરીતિનું પ્રમાણ ખૂબ મોટા પાયે થયું હોય એ સૂચવે છે.તેમજ આ સિવાય અનેક ફરિયાદો વિદ્યાર્થીઓ દ્વારા ઉઠી રહી છે.

BRSના વિદ્યાર્થીઓની માંગણી છે કે તાત્કાલીક ધોરણે ૦૫/૦૬/૨૦૨૨ ના રોજ લેવાયેલી ગ્રામસેવકની પરીક્ષા રદ કરી અને મૂળ સિલેબસને ધ્યાનમાં રાખીને પરીક્ષા લેવામાં આવે તેમજ દરેક સેન્ટરો પર દરેક વર્ગ ખંડમાં બે વિદ્યાર્થીઓની સહી લીધા બાદ પેપર આપવામાં આવે અને CCTV વગરના સેન્ટરો કેન્સલ કરી પારદર્શિતાથી પરીક્ષા લઈ અને ન્યાય આપવામાં આવે તેમજ જે ગેરરીતિ થઈ છે એની યોગ્ય તપાસ થાય અન્યથા વિદ્યાર્થીઓ આવનારા દિવસોમાં યોગ્ય રણનીતી તૈયાર કરી ગાંધી ચીંધ્યા માર્ગે ચાલીને અદોલન કરી ન્યાય મેળવશે અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડશે.