સાપુતારા: વરસાદી મોસમમાં સાપુતારા ખાતે અકસ્માતોનું પ્રમાણ વધવા લાગ્યું છે ત્યારે ગતરોજ શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગ પર આઈસર ટેમ્પોએ બાઈક અડફેટે લેતા તેના પર સવાર 10 વર્ષીય બાળાનું ઘટના સ્થળ પર જ મોત નીપજયાની ઘરના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ સિમેન્ટનાં પતરા ભરી નાશિકથી સુરત તરફ જતા GJ-04-AD-0204 નંબરનો આઈસર ટેમ્પોએ શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં વળાંકમાં સાપુતારા જઈ રહેલ GJ-30-C-0939 બાઈકને અડફેટે લઈ આઈસર પલટી મારી જતા ઘટનાસ્થળે જાનલેવા અકસ્માત થયો આ ઘટનામાં બાઈક પર મામા જોડે સવાર ભાણેજ યોગીતાબેન માર્કસભાઈ બાગુલનું ગંભીર ઈજાનાં પગલે સ્થળ પર મોત થયું હતું

જ્યારે બાઈક ચાલક વિશાલભાઈ રાજુભાઈ ગાવિત તથા ટેમ્પો ચાલક દિનેશભાઇ નારાયણ પરમારને ગંભીર ઇજા પહોંચતા બંન્નેને 108માં સારવાર માટે શામગહાન CHCમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં બંનેની હાલત ગંભીર બતાવાઈ રહી છે. ટેમ્પો અને સિમેન્ટનાં પતરા જંગી નુકસાન થયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઘટનાને લઈને  સાપુતારા પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.