વ્યારા: આજરોજ તારીખ 19/6/2022 ના રવિવારે તાપી જિલ્લના વ્યારાના ચાંપાવાડી ગામની PHC પર Unity south Gujarat group દ્વારા 7મો રક્તદાન શિબિર યોજવામાં આવ્યો હતો અને સાથે સાથે 25 જેટલા ગામડાઓમાં વૃક્ષ વિતરણ કરી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
Decision Newsને વ્યારાના Unity south Gujarat groupના મિત્રાશું ગામિત જણાવે છે કે આ કાર્યક્રમમાં ચાંપાવાડી phc ખાતે રક્તદાન શિબિરનું આયોજન Unity south Gujarat group ના અધ્યક્ષ હેબ્રુન ગામીત તેમજ કૃણાલ ગામીત, એથેન્સ ગામીત, અયૂબ ગામીત, અંકુર ગામીત, માર્મિક ગામીત દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ડૉ નિહાર ચૌધરી, જિમ્મી પટેલ, વિરલ વસાવા, હર્ષલ ચૌધરી, જયદીપચૌધરી, ઠાકોરભાઈ ગામીત, ડૉ બ્રિજલબેન ચૌધરી હાજર રહ્યા હતા. જ્યાં વ્યારા જનક સ્મારક બ્લડબેન્કના તેજસ ભાઈ, શાંતિલાલ ભાઈ, જીજ્ઞેશ ભાઈ અને તેમના સ્ટાફ મદદ થી રક્તદાન શિબિરને ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં આશરે 67 યુનિટ બ્લડ જમા કરવામાં આવ્યું હતું. અગાવ થયેલ રક્તદાન અને આજનું રક્તદાન મળી કુલ 436 યુનિટ બ્લડ આ ગ્રુપ દ્વારા જમા કરવામાં આવ્યું છે.
આ રક્તદાન શિબિરમાં રક્તનું મહત્વ અને રક્તદાન કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું સાથે સાથે બીજા યુવાઓને પણ રક્તદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. યુનિટી ઓફ સાઉથ ગુજરાત ગ્રુપના દરેક રક્ત દાતાઓએ રક્ત દાન કરી ૭ રક્ત દાન શિબિર સફળ બનાવ્યા છે એ બદલ તમામ રક્ત દાતાઓનો યુનિટ ઓફ સાઉથ ગુજરાત આભાર માન્યો હતો.