ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકા ખાતે 17 જુન 2022 ના દિવસે ભેંસદરા ગામના પામચી ફળીયામાં અજીતભાઈ રમણભાઈ પટેલનુ ઘર શોર્ટ સર્કિટના કારણે સળગી ગયું હતું જેને મદદરૂપ બનવા આદિવાસી સમાજ એમના ઘરે પોહચ્યો હતો.

Decision Newsને મળેલી જાણકારી મુજબ મિત્ર ટીકુભાઈએ ભેંસદરા ગામના અજીતભાઈ રમણભાઈ પટેલના શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ઘર વખરીનુ તમામ જીવન જરૂરી વસ્તુ સળગી ગઈ છે. અને નાની છોકરીઓ (1) ધોરણ-4 (2) ધોરણ-8 (3)ધોરણ 11 માં અભ્યાસ કરે છે એમની તમામ બુકો સળગી ગયાની ખબર ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામના સંચાલક ડૉ.નીરવ પટેલ, ડૉ. દિવ્યાંગી પટેલ આપી હતી જેને લઈને આ સેવાભાવી દંપતીએ આજે પરિવાર માટે આશરે 12 હજાર થી વધારે કિંમતનુ ઘરનુ સમાન,અને વિધાર્થીનીઓ માટે બૂકો આપી હતી.

આ પ્રસંગે આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ, ધરમપુર અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલ, આશીષ પટેલ DGVCL, પ્રકૃતિ એન્ટરપ્રાઇઝ ઇલેક્ટ્રિક સ્કૂટરના ઓથોરાઈઝડ અને ડીલર ધરમપુર, સામાજિક કાર્યકર્તાઓ હિરેનભાઈ પીઠા, મિથિલ પટેલ, મીંતેશભાઈ રૂઢિ ગામસભા વાડ ઉપધ્યાક્ષ, કાર્તિક પટેલ, કીર્તિ પટેલ, કૃણાલ પટેલ, ભૂમિત ભાઈ, ટીકુભાઇ પટેલ ભેંસદરા, ગણેશ ભાઈ (છોટા) માંકડમન અને એમના સાથી મિત્રો, અશોકભાઈ  ભેંસદરા, હાજર રહ્યા હતાં.