ચીખલી: વર્ષો પહેલા કામ ધંધાની શોધમાં અમદાવાદ આવ્યા. શરૂઆતમાં નાનું – નાનું ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતાં. એવામાં એક ડોક્ટર દંપતી ડો. જે.એન.પટેલ (કાકા સાહેબ, Ex. B.J.Medical Collage) અને ડો. મધુબેન પટેલ (સીવીલ હોસ્પિટલ, અમદાવાદ) ના ત્યાં ઘરકામ કરવા લાગ્યા.
મંગુભાઇની કિસ્મતની કહાની અહીંથી ચાલું થઇ. ડો. દંપતીને મંગુભાઇ અને એમના પત્નિની કામ કરવાની નીપુણતા તથા પ્રામાણીકતા ગમી ગઇ. એમના સાથે નાનો પુત્ર મનોજ પણ હતો. અને પોતાના ઘરમાં જ રાખી દીધા અને પોતાના કુટુંબીના જેમ રાખવા લાગ્યા. મંગુભાઇના બે પુત્રો હતા. મોટો પુત્ર પરેશભાઇ અને નાનો પુત્ર મનોજભાઇ, પરેશભાઇ જે નાનપણથી ગામડે રહેતો અને મામાને ત્યાં ભણતો. ડો. દંપતી ને એક ની એક પુત્રી અજીતાબેન હતા. કોઇ પુત્ર ન હતો. મનોજ નાનપણથી જ હોંશિયાર હતો અને દાદા–બા–દાદી એવું મીઠું – મીઠું બોલતો એ આ ડો. દંપતીને ગમી ગયું એટલે એને ભણાવવાનું નક્કી કર્યું અને જુની. કે.જી. થી લઇ ૧૨માં ધોરણ સુધીની ભણાવવાની તૈયારી સાથે ટ્યુશનનો ખર્ચો કરવાની જવાબદારી પોતાનાં માથે લઇ લીધી.
મનોજભાઇ ૧૨ મું પાસ થઇ ગયો અને એન્જીન્યરીંગમાં એડમીશન મળી ગયું. અને એ વખતે MBBS માં પણ અરજી કરી હતી. બસ મંગુભાઇના કુટુંબનો સોનાનો સુરજ અહીંથી ઉગવાનો શરૂ થયો, અને નશીબે સાથ આપ્યો અને MBBS માં સીટ પર રીશફ્લીંગ થયું અને એક સીટ હતી જે સીટ પર મનોજભાઇ ને એડમીશન મળી ગયું. જાણે ડો. દંપતીએ નોકરનાં દીકરાને ડોક્ટર બનાવવાની જીદ કરી હોય અને મનોજભાઇનું MBBS નું ભણવાનું ચાલું થયું. પણ મંગુભાઇનો મોટો પુત્ર પરેશ પણ ભણવામાં હોંશિયાર હતો અને ધોરણ ૧૨ માં 1st ક્લાસ પાસ થયો. પરેશભાઇ ની ઇચ્છા હતી કે ટીચર બનું. અને P.T.C. & A.T.D. માં એડમીશન મળ્યું. પણ પિતા મંગુભાઇ એ પુત્ર પરેશભાઇને ચોખ્ખા શબ્દમાં કીધું કે હું એક્ને આગળ ભણાવી શકું અને તે ૧૨ મું પાસ કરી લીધું હવે તું મને મદદ કરવા લાગ. પપ્પાની વાત સાંભળી પોતાના સપનાનું બલીદાન આપી પરેશભાઇ પિતાને મદદ કરવા માટે અમદાવાદ આવી ગયા.
એક પરિસ્થિતિ એવી પણ આવી કે મંગુભાઇ, પરેશભાઇ સોસાયટીમાં ગાડી સાફ કરવા લાગ્યા અને મમ્મી સોસાયટીમાં ઘરકામ કરવા જતા જોત જોતામાં મનોજભાઇ MBBS માં પાસ થઇ ગયો. અને ઘરમાં, કુટુંબીજનો માં ખુશીનો પાર ન રહ્યો. અને મંગુભાઇ એ પોતાના ગામ ને વચન આપ્યું કે મારો દીકરો ડોક્ટર બનશે તો હું મફતમાં ગામમાં બધાની સેવા માટે મેડીકલ કેમ્પ કરાવીશ. “આ મારા શેઠ ડો. દંપતી અને ભગવાનનો ઉપકાર નહીં ભુલું.”
હજી થોડું બાકી હોય એમ ડો. દંપતીએ ડો. મનોજભાઇ ને આગળ ભણવા જણાવ્યું. અને મનોજભાઇ એ NEET ની પરીક્ષા આપી અને પાસ થઇ ગયા.
આગળ અભ્યાસ M.D. Emergency Medicine, B. J. Medical collage, Civil Hospital, Ahmedabad માં એડમીશન મળ્યું. હવે નશીબે અહીંથી એવો ઉંધો વણાંક લીધો કે જે પોતાનાં પ્રાણવાયું, યોધ્ધા, ભગવાન (ડો. મધુબેન, પપ્પા મંગુભાઇ અને ડો. જે. એન. પટેલ) ૨ વર્ષના ટુંકા અંતરમાં સ્વર્ગવાસ થઇ ગયા. અને જાણે કુટુંબમાં, ઘરમાં આભ ફાટ્યું હોય એવું થઇ ગયું. એવામાં સ્વ. ડો. દંપતીની દીકરી અજીતાબેન સાથ અને હિંમત મનોજભાઇ અને પરેશભાઇ ને આપી. અને કીધું કે તમે ગભરાશો નહીં હું બેઠી છું. ઘરમાં રહો અને આપણે બધા સાથે જ છીએ. મનોજ તું M.D. ભણવાનું ચાલું રાખ.
આજે મનોજભાઇ M.D. મેડીસીન પાસ થઇ ગયા અને બોલ્યા આજે હું જે પણ છું એ સ્વ. દાદા – બા, સ્વ. પપ્પા તથા મમ્મી, દીદી, ભાઇ – ભાભી નો આભારી છું. પપ્પા સ્વ. મંગુભાઇ નુ અને સ્વ. ડો. દંપતીનું સપનું પુરૂ કરવા પોતાના ગામ રાનવેરીખુર્દ (ચીખલી, નવસારી) તથા આજુ-બાજુ ના ગામમાં ૫ વખત ફ્રી મેડીકલ કેમ્પ યોજ્યા અને દવાઓ પણ ફ્રી આપી. અને આ સેવામાં તેમના કુટુંબીજનો, કોંટુંબીક ભાઇઓ, ગામના વડીલોએ પણ સંપુર્ણ સાથ સહકાર આપે છે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)