ડાંગ: 2022ની વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે ગતરોજ ડાંગ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરનાં અધ્યક્ષ સ્થાને બપોરે 3:00 કલાકે ડાંગ જિલ્લાના આહવા ખાતે કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે રોજબરોજ વધતી મોંઘવારી મહિલાઓના માથે ગેસ, અનાજ, તેલના ભાવ વધારો, કે મહિલા સુરક્ષા અને હક અધિકાર માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આવનાર વિધાનસભામાં મહિલા સશક્તિકરણ થકી આ મોંઘવારી વિરૂદ્ધ જંગ છેડી મોંઘવારીને નાથવાનો સંકલ્પ લઈ કોંગ્રેસ પક્ષને જીતાડવા વધુમાં વધુ મહેનત કરશે એ દિશામાં આગળ વધે તેવું આહવાન કરવામાં આવ્યું. પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરએ ડાંગના વિવિધ ગામડામાં મહિલાઓની મુલાકાત લઈ મહિલાઓનાં પડતર પ્રશ્નોને વાચા આપવાનું આહવાન કરવામાં આવ્યું.
આ કારોબારી સભા દરમિયાન ડાંગ જિલ્લા મહિલા પ્રભારી જશુબેન ચૌધરી, GPCC સેક્રેટરી મહિલા પ્રભારી આશાબેન દુબે, પ્રભારી કામિનીબેન, પ્રભારી ભારતીબેન ડાંગ જિલ્લા મહિલા પ્રમુખ લતાબેન ભોયે ડાંગ જીલ્લા તાલુકા મહિલા પ્રમુખો, યુવા પ્રમુખ અને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી આ સભાને સફળ બનાવી હતી.

