પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ધરમપુર: ગતરોજ ધરમપુર એસટી ડેપોમાં વલસાડ ઇન્ટરસિટી બસમાં પીધેલી હાલતમાં મુસાફર ચઢી જતાં બસ ડ્રાઈવરે બસને ડેપોમાંથી ઉપાડી સીધા પોલીસ સ્ટેશનમાં લઇ ગઈ પીધેલા વ્યક્તિને પોલીસને હવાલે કાર્યની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ રવિ વસંતભાઈ નામનો મુસાફર ગતરોજ વલસાડ ઇન્ટરસિટી બસમાં પીધેલી હાલતમાં ચઢી ગયો હતો એની હાલત એટલી ખરાબ હતી કે તેનાથી ઠીકઠાક બસમાં ઉભા પણ રેહાવતું ન હતું તેને મહીલા કંડકટર દ્વારા પુછાતા તેણે તેના સાથે ગેરવર્તન કરી અન્ય મુસાફરોને પણ ગાળાગાળી કરી હતી. બસમાં હાજર મુસાફરો એ ખુબ સમજાવવાની ખુબ કોશિશ કરી પણ ન સમજતાં બસ ડ્રાઈવર આખરે કંટાળીને બસને પોલીસ સ્ટેશનમાં લઇ ગયો હતો.

ધરમપુર પોલીસે રવિ વસંતભાઈ નામની પીધેલી હાલતમાં ફરનાર સામે જાહેરમાં નશાની હાલતમાં ફરવા અંગેનો ગુનો નોધીને તેની સામે આગળની કાર્યવાહી કરી હતી.