દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

વાપી: ગતરોજ વાપી નજીક આવેલાં બગવાડા રેલવે ફાટક પાસે ડીએફસીસીઆઇએલ દ્વારા ટ્રેક પર કામગીરી હાથ ધરાવાની છે. જેથી 15થી 30 જુન સુધી બગવાડા ફાટક બંધ રાખવા ડીએફસીસીઆઇએલ દ્વારા વાપી વેસ્ટર્ન રેલવેને લેખિતમાં જાણ કરવામાં આવી છે.

Decision Newsને મળેલી વિગતો પ્રમાણે ઉમરગામથી ડુંગરી સુધીના રેલવે લાઇન પર અનેક સ્થળોએ બ્રિજની કામગીરીની જેમ વાપી નજીક બગવાડા ફાટક પાસે તૈયાર થઇ રહેલા બ્રિજની કામગીરી પણ ચાલુ છે. બગવાડા ફાટક બંધ રહેવાથી સ્થાનિકોએ લાંબો ચકરાવો મારવો પડતાં હાલાકી ભોગવવી પડશે એ નક્કી છે.

આ પહેલાં પણ પારડી રેલવે ફાટક બંધ કરવામાં આવ્યો છે. આમ 15થી 30 જુન સુધી ડીએફસીસીઆઇએલ દ્વારા રેલવે લેવલ ક્રોસિંગ નં. (એલસી નં)84 રેલવે ટ્રેક પર કામગીરી થશે