સુરત: ગતરોજ ડિંડોલી ગણેશનગર પાસે ખોડલકૃપા નગર સોસાયટીમાં રહેતા નિલેશ રમેશભાઇ સિમ્પીના પરિવારની 16 વર્ષની દિકરી ઉર્વશી ઉર્ફે ટીનાને મોબાઇલનું વળગણ છેક આપઘાત સુધી લઇ ગયું હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.

Decision Newsને સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. હાલમાં તેણે અભ્યાસમાં ડ્રોપ લીધો હતો. ઉર્વશીને મોબાઇલ ફોનનું ભારે વળગણ હતું. તેણીનો મોબાઇલ કેટલાંક દિવસો પહેલાં બગડી ગયો હતો જેના કારણે મોબાઇલ ફોન રિપેર કરવા માટે દુકાનમાં આપવામાં આવ્યો હતો પરંતુ મોબાઈલ  ઝડપથી રિપેર ન થતાં કિશોરી ટીના નિરાશ અને નાસીપાસ અવસ્થામાં ગરકાવ થઇ ગઈ હતી

આમ મોબાઈલની વિરહ વેદના સહન ન થતા ગતરોજ સાંજ સાંજના સમયે ટીના જ્યારે ઘરમાં એકલી જ હતી ત્યારે તેણે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પોહચી આગળની કાર્યવાહી શરુ કરી દીધી હતી.