છોટાઉદેપુર: આજરોજ તાલુકાના ગોંદરીયા ગામે વન વિભાગના કર્મીઓ અને ગ્રામજનો વચ્ચે થયું ઘર્ષણ વન વિભાગ દ્વારા નિર્દોષ ગ્રામજનો ઉપર લાઠી ચાર્જ તેમજ હવામાં ફાયરિંગ કરાયાનો આક્ષેપ કરી ગ્રામજનોએ અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપ્યું
Decision Newsને સુત્રો પાસેથી છોટાઉદેપુર તાલુકાના ગોંદરીયા ખાતે વન વિભાગની ટિમ ખાડા ખોદવા માટે ગઈ હતી. ત્યારે ખેડ હક્ક ધરાવતા ગ્રામજનોએ શાંતિથી ખાડા ખોડવાની ના પાડતા વન વિભાગ દ્વારા કર્મચારીઓનો ખડકલો કરી દેવાતા મામલો ગરમ બન્યો હતો. અને ગ્રામજનોએ વન વિભાગમાં દાવા ફાઈલ હોવાની રજુઆત કરાતા વન વિભાગના કર્મચારીઓ દ્વારા નિર્દોષ ગ્રામજનોને ડરાવવા હવામાં ફાયરિંગ કર્યું હતું અને ત્યાર બાદ લાઠી ચાર્જ કરી નિર્દોષ ગ્રામજનો મહિલા તેમજ પુરુષોને માર મારવામાં આવ્યો હતો. તેમજ દસ જેટલા ગ્રામલોકોની પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા.
જયારે મહિલાઓને ગડદાપાટુ માર મારતા તેઓને જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે ગોંદરિયાના ગ્રામજનોએ વનવિભાગની જોહુકમી સામે જિલ્લા સેવાસદન ખાતે અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
BY: નયનેશ તડવી











