વાંસદા: વર્તમાન સમયમાં ગામડાઓમાંમાં દીપડાના પશુઓ પર હુમલો કે પશુના જીવ લેવાના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો વાંસદા તાલુકાના ચાપલધરાના નવાનગર મહોલ્લામાંથી  સામે આવ્યો છે

Decision newsને ચાપલધરા ગામના સરપંચશ્રી ચીમનભાઈ સાથે વાત કરતા જણાવ્યું હતું વાંસદા તાલુકાના ચાપલધરાના નવાનગર મહોલ્લામાં રહેતા ધીરુભાઈ ભીખુભાઈ હળપતિ જેવો ઘણા સમયથી બકરીઓ પાળી ને પોતાનું જીવન ગુજારી રહ્યા છે ત્યારે આજરોજ એટલેકે બુધવારના રોજ મળસ્કે વન્યપ્રાણી દીપડાએ ધીરુભાઈ હળપતિની બકરીઓ પર તરાપ મારી કુલ નાની મોટી ૧૦ બકરીઓ પૈકી નાની મોટી ૦૮ બકરીઓનો જીવ લીધો છે ત્યારે ચાપલધરા ગામના લોકોએ વન વિભાગ પર આંગળી ચીંધી છે. આ ઘટના પાછળ જવાબદાર કોણ ? દીપડો કે વનવિભાગ..!

આ સમગ્ર ઘટનાની જાણ વાંસદા ફોરેસ્ટ વિભાગને કરતા ફોરેસ્ટર બી.ડી.પટેલ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની અનેક કાર્યવાહી હાથ ધરમાં આવી હતી અને હવે પછી આ પ્રમાણે કોઇપણ પરિવારો સાથે ઘટના નહી બને એના માટે દીપડાને પકડવાના પ્રયત્નો અને ચક્રો ગતિમાન હાથ ધર્યા છે. ત્યારે ચાપલધરા ગામના લોકોએ વન વિભાગ પર આંગળી ચીંધી છે. આ ઘટના પાછળ જવાબદાર કોણ ? દીપડો કે વનવિભાગ..! ધીરુભાઈ હળપતિ બકરીઓ પાળીને પોતાનું જીવન ગુજારી રહ્યા હતા ત્યારે ૧૦ બકરીઓમાંથી ૦૮ નુ મરણ થયું છે ત્યારે પરિવારનુ શું ? શું ફોરેસ્ટ વિભાગ પરિવારને મૃત્યુ પામેલી બકરીના વળતર ચૂકવી અને પરિવાર ને મદદનો હાથ લંબાવશે ખરો ? કે સાંત્વના આપી ચુપ રેહશે આવા સવાલોના જવાબ સમય જ આપશે.