નવસારી: નવસારી જિલ્લાની આદિવાસી વિસ્તારમાં આવેલી શ્રી બી.એલ.પટેલ સર્વમંદિર, રાનકુવા કલા, રમત ગમત અને વિજ્ઞાન ક્ષેત્રે સતત દસ વર્ષથી જિલ્લા અને રાજ્ય કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરતી રહી છે. ત્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ આ પરંપરા જાળવી રાખી વિવિધ સિધ્ધિઓ હાંસિલ કરી છે.

આ વર્ષે પણ શાળાના પી.ટી શિક્ષક શ્રી રાકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી અંડર 17 ભાઈઓ ની રસ્સા ખેંચની ટીમ રાજ્ય કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં રાજ્યકક્ષાએ રસ્સા ખેંચની રમતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. સંકુલ કક્ષા જિલ્લાકક્ષા અને રાજયકક્ષાએ વિજ્ઞાન મેળામાં “ATF ટેકનોલોજી” કૃતિ માર્ગદર્શક શિક્ષિકા પટેલ મયુરીબેન, પટેલ જીજ્ઞાસાબેન અને બાળ વૈજ્ઞાનિકો પટેલ ધ્રુવ આર અને પટેલ નિખલ એસ દ્વારા રજૂ થઈ હતી. આ કૃતિ નેશનલ કક્ષા માટે નોમીનેટ થતાં શાળામાં આનંદનો માહોલ છવાયો છે.

વર્ષ 2021-2022 દરમિયાન કલા ઉત્સવમાં રાજ્યકક્ષાના રમતગમતમાં રાજયકક્ષા અને વિજ્ઞાન મેળામાં રાજયકક્ષા એમ સિદ્ધિ પ્રાપ્ત કરી મિશન સ્કૂલ ઓફ એકસેલેન્સની વિભાવનાને સાર્થક કરતી રાનકુવા હાઈસ્કુલએ નવસારી જિલ્લાને રાજ્યકક્ષાએ ગૌરવ અપાવ્યું હતું. જિલ્લા શિક્ષણધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રા.આચાર્ય શ્રી વાય.કે.પટેલ અને શ્રી રાનકુવા વિભાગ કેળવણી મંડળના પદાધિકારીઓએ શાળાના આચાર્યશ્રી સંજયકુમાર ડી. પરમાર અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.