વાંસદા: ગ્રામિણ વિસ્તારમાં પણ હેવાનિયતના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામમાંથી એક આધેડ દ્વારા ખેતરમાં લઇ જઈ 13 વર્ષની દીકરીને મોબાઈલ ફોનમાં ગીત સાંભળવા આપી તેના પર દુષ્કર્મ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામમાં નદી ફળીયામાં રેહતો ચંપકભાઈ શુક્કરભાઇ પટેલ ગામની જ 13 વર્ષની કિશોરીને તેના ખેતરમાં અવાર-નવાર લઇ જતો હતો અને તેને ગીત સાંભળવા મોબાઈલ આપી તેના પર બળાત્કાર કરતો હતો અને આ બાબતની જાણ કોઈને કરશે તો ધારિયાથી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ બુધવારના રોજ પણ એ એણે આ જ રીતે દુષ્કર્મ કર્યું હતું પરંતુ કિશોરીના અસ્તવ્યસ્ત અને ધૂળવાળા કપડા સાથે ઘરે પોહચતા તેની માતા દ્વારા પુછાતા આ સમગ્ર બનાવ સામે આવ્યો હતો.
હાલમાં કિશોરીના માતા દ્વારા આ આધેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંસદા પોલીસે આધેડને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.











