વાંસદા: ગામડાના લોકો માટે માળખાકીય સુવિધા ઉભી કરવા સરકાર ડામર રસ્તા પાછળ લાખો રૂપિયા બગતી હોય છે પણ ગ્રામ્ય સ્તરે આ ડામરનાં કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ મુજબ રસ્તા ઉપર ડામર ન પાથરી કામોમાં ગોબાચારી અને વેઠ ઉતારતાનો કિસ્સો આજે વાંસદા તાલુકાના રાઈબોર ગામના સેનગળમાળ ફળિયામાંથી સામે આવ્યો છે.
જુઓ વિડીયો
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ Decision News રાઈબોર ગામમાં સેનગળમાળ ફળિયામાં જ્યાં રસ્તો બની રહ્યો છે તેની મુલાકાત લીધી હતી ત્યારે ડામર રસ્તાના નિયમ પ્રમાણે ડામર પાથરવામાં ન હોવાનું સામે આવ્યો છે. આદિવાસી વિસ્તારોમાં મોટાભાગે ડામર રસ્તાનાં ચાલતા કોમોમાં નિયમિત રીતે ડામર પ્રેચ ન પાથરતા હોવાનું બહાર આવતું હોય છે ત્યારે સેનગળમાળ ફળિયામાં પણ આવી જ કામગીરી કરી વેઠ ઉતારાતી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ડામર રસ્તામાં લાખો રૂપિયાનો ધુમાડો થઇ રહ્યો હોવાનો માની શકાય છે. હજુ પણ આ કામ ચાલી રહ્યું છે અને આ રસ્તો જો બન્યો તો આ ચોમાસું માંડ કાઢશે એ નક્કી છે.

            
		








