રાજકીય: કોંગ્રેસ પાર્ટી દ્વારા પાર્ટીની યુવા પાંખ ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ ની નવી બોડી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ નવી બોડી જાહેર કરી છે. રાષ્ટ્રીય યુથ કોંગ્રેસમાં ગુજરાતના 3 યુવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં હરપાલસિંહ ચુડાસમા અને પલક વર્માની જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે પૂજા શાહની જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઇ છે. આ નવી કમિટીમાં 33 ટકા સીટો મહિલાઓને આપવામાં આવી છે. યુથ કોંગ્રેસે 10 મહામંત્રી, 67 સેક્રેટરી અને નવ જોઇન્ટ સેક્રેટરી બનાવ્યા છે.

રાહુલ રાવ મીડિયા વિભાગના વડા અને મનુ જૈન સોશિયલ મીડિયાના વડા હશે. ક્રિષ્ના અલ્લાવારુ યુથ કોંગ્રેસના પ્રભારી અને શ્રીનિવાસ બી. વી. પ્રમુખ છે. સવાલ એ થાય છે કે કોંગ્રેસ જૂની અને મોટી પાર્ટીમાં રાજ્ય હોય છે કે રાષ્ટ્રીય સ્તરે આદિવાસી સમાજના નેતાઓને પ્રતિનિધિત્વ કરવાનો અવસર કેમ નથી અપાતો શું આદિવાસી સમાજના નેતા લાયક નથી કે પાર્ટી આદિવાસી સમાજની અવગણના કરે છે.