ખેરગામ: આજરોજ આદિવાસીઓમાં પૂજનીય મહાન જનનાયક બિરસા અને સ્વતંત્રસેનાની અને ધરતીપુત્રના હુલામણા નામે જાણીતા બિરસા મુંડાજીની 123 મી પુણ્યતિથિ નિમિતે ખેરગામમાં આદિવાસી યુવાઓ દ્વારા સાદર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
Decision News ને મળેલી માહિતી મુજબ યુવા અગ્રણી ડો નિરવ ભુલાભાઇ પટેલ, ડો દિવ્યાંગી પટેલ, ડો કૃણાલ પટેલ, ઉદિતા પરમાર, ડો.નીરવ પટેલ, ડો અમિત, ડો.નિતિન, બિરજુ પરમાર, મીંતેશભાઈ, હિરેનભાઈ, હર્ષદભાઈ, રાકેશભાઈ, જયેશભાઇ, વિભાબેન, ચંદ્રકાન્તભાઈ, મુકેશભાઈ, અશોકભાઈ, જગદીશભાઈ, કાર્તિકભાઈ,ભાવિન, ભાવેશ, વિષ્ણુભાઈ, કૃણાલ, મયુર શીલાબેન, જાગૃતિબેન, દલપતભાઈ, નિતેશભાઈ, જયંતીલાલ, નીતાબેન સહિતના અન્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
આ પ્રસંગે ડો. નિરવ ભુલાભાઇ પટેલે કરતા જણાવ્યું કે જે વ્યક્તિએ માત્ર 25 વર્ષની ઉંમરે શહાદત વહોરીને દેશપ્રેમની અનોખી મિસાલ કાયમ કરેલ છે. આપણે સહુએ એમના આદર્શ, મૂલ્યો અને સંઘર્ષ જીવનમાં ઉતારીને દેશ અને સમાજ માટે અદ્વિતીય કામ કરીને દેહ ત્યાગીશું એવો સંકલ્પ કરીશું, તો જ ધરતીઆબા બિરસા મુંડાજીને સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.