છોટાઉદેપુર: નસવાડી એક્લવ્ય તિરંદાજી એકડમી ગ્રાઉંડ ખાતે પ્રતિભાશાળી રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ, પ્રભારી મંત્રી નિમિષા બેન સુથાર, સાંસદ ગીતા બેન રાઠવા ઉપસ્થિત રહ્યા.
જુઓ વિડીયો..
નસવાડી ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત કબડ્ડી અને શૂટિંગ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતા 15 તાલુકા ના ખેલાડીઓ રમતમાં ભાગ લીધો આ બન્ને રમતોમાં 1 થી 3 ક્રમાંક ની ટીમોને ઇનામ આપવામાં આવશે. આદિવાસી યુવાનો ક્રિકેટ પ્રત્યે પ્રેરાઈ જે માટે ભારતીય ક્રિકેટર 2011ના વર્લ્ડ કપ ના વિજેતા ટીમના સભ્ય મુનાફ પટેલ નસવાડી ખાતે રમતવીરોને પ્રોત્સાહન આપવા આવ્યા હતા. મોટી સંખ્યા માં તેમના ચાહકો અને દર્શકો ઉપસ્થિત રહ્યાં.

