મહુવા: ગતરોજ વાંસદાના ચાપલધરા ગામના ઠાકોરભાઈ સુખાભાઈ પટેલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ત્રણ પાનાંની સ્યુસાઈડ નોટ લખી મહુવાના વહેવલ ગામની સીમાડે આવેલા જંગલમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધાની ઘટના સામે આવી છે.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી મુજબ ચાપલધરાના ડુંગરી ફળીયામાં રેહતા ઠાકોરભાઈ પટેલે ગામના જ રહીશ મોહનભાઈ છીબાભાઈ પાસેથી વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધા હતા જેમાંથી એક લાખ ચૂકવી પણ દીધા હતા પરંતુ બાકીના રૂપિયા લેવા મોહનભાઈ ઘરે આવી કે મોબાઈલ ફોન દ્વારા માંગણી કરતાં હોવાના કારણે ઠાકોરભાઈ પર માનશીક દબાણ થયું અને તેમણે મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર આવેલી સેન્ટ્રલ નર્સરીની બાજુમાં આવેલ ઝાડ સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી
હાલમાં પોલીસે વ્યાજે નાણા ધીરનાર આરોપી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

