ધરમપુર: ગુજરાતના વિવિધ રમતગમતના ક્ષેત્રમાં આજે ધરમપુરની વનરાજ કોલેજ એક-પછી એક ખેલાડીઓ આપી રહી છે ત્યારે આજે ફરી એક મહિલા ખેલાડી પાયલ રાઠવાએ વિઘ્ન દોડમાં ગોલ્ડ મેળવી કોલેજની યશ કલગીમાં વધુ એક જીતનું ફૂલ મૂકી શોભા વધારી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ખેલ મહાકુંભની રાજયસ્તરની 100 મીટર વિઘ્ન દોડ સ્પર્ધામાં શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુરની વિદ્યાર્થીની પાયલ રાઠવા ગોલ્ડ મેડલ ચેમ્પિયન થઇ છે ખેલો ઇન્ડિયા ટીમમાં એની પસંદગી થયેલી છે અને હવે પછી નેશનલ લેવલે તે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
હાલમાં હરિયાણામાં પાયલ 100 મીટર વિઘ્ન દોડમાં ભાગ લઇ રહી છે ખેલ મહાકુંભ ગોધરા ખાતે થશે જેમાં તે ટ્રેનીંગ લેશે પાયલની આ સિદ્ધિ બદલ કેળવણી મંડળ અને વનરાજ કોલેજ પરિવારે તેને બિરદાવી છે

            
		








