ઉમરગામ: આજરોજ લિંક પેન કંપની, દહેરી ખાતે, કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગર કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ હેઠળ મહિલા કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું.

આ કાર્યક્રમમાં કામકાજના સ્થળ ઉપર મહિલાઓ સાથે થતી જાતીય સતામણી અંગે એમને મળતું રક્ષણ અને એમના અધિકાર વિશે એકદમ ઉંડાણપૂર્વક અને વિડિયો ફિલ્મ દ્વારા સમજણ આપવામાં આવી, જેથી કરીને ક્યારે પણ આવો અણબનાવ બને તો તેઓ નીડર થઈને અવાજ ઉઠાવીને સામનો કરી શકે વગેરે મુદ્દાની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડા અને અતિથિ વિશેષ શ્રી આર.કે રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરગામ, ઉમરગામ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષશ્રી ચિંતનભાઈ પટેલ, ન્યાય સમિતિ અધ્યક્ષશ્રી દિનેશભાઈ માહ્યાવંશી, જિલ્લા ફિલ્ડ ઓફિસર વલસાડ ડૉ.પરીક્ષિત વાઘેલા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી વલસાડ શ્રી કમલેશ ગીરાસે, લિંક પેન કંપનીના વડા શ્રી ગૌતમ નારાયણ, એડવોકેટ શ્રીમતી કવિતાબેન, નવશક્તિ આદિવાસી વિકાસ ટ્રસ્ટ પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ, વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ઉમરગામ વાપી વિભાગ શ્રીમતી ગીતાબેન, મમકવાડા સરપંચશ્રી અમ્રતભાઈ પટેલ, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન ટીમ, કંપનીના સ્ટાફ તેમજ કંપનીમાં કામ કરતી મહિલાઓએ હાજરી આપી હતી.