ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે હવે ગુજરાતનું આમ આદમી પાર્ટીનું સમગ્ર સંગઠન માળખું વિખેરી નાંખવામાં આવ્યું છે. આપમાં પ્રદેશ પ્રમુખ સિવાયના તમામ હોદ્દાઓ રદ્દ કરવામાં આવ્યા છે.
ગુજરાત AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે આજદિન સુધીનું માળખું આમ આદમી પાર્ટીની રચનાનું હતુ. ગુજરાતના ખૂણે-ખૂણે સુધી આપનો સંદેશ પહોંચાડવાનું હતુ પરંતુ હવે મુખ્ય વિપક્ષ તરીકે ભાજપ સામે આગામી વિધાનસભાની ચૂંટણીમાં બાથ ભીડવા માટે આ નવી વ્યૂહરચના સાથે નવું માળખું રજૂ કરાશે.
વધુમાં જણાવ્યું કે ઈટાલિયાએ આ વ્યૂહરચનાને પાવર ફૂલ જણાવી હતી. આગામી ચૂંટણીની તૈયારીને કારણે સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં નવી સંસ્થાની જાહેરાત કરવામાં આવશે.

