વ્યારા: આજરોજ વ્યારા ખાતે આદિવાસી ભારત અને ગુજરાત રાજ્યનાં વિવિધ આદિવાસી સમાજના સંગઠનો સાથે AICC સેક્રેટરી દક્ષિણ ગુજરાતનાં પ્રભારી શ્રી B M સંદિપજી એ આદિવાસી સમાજને અસર કરતી સમસ્યાઓની ચર્ચા- વિચારણા કરી હતી

હાલમાં મોટા પ્રમાણમાં આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નો અને વિવિધ સમસ્યા ઉભી થઇ છે ત્યારે તેના વિષે મનોમંથન કરવું ખુબ જ જરૂરી બન્યું છે અને આ વણઉકેલ્યા પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ આપણે સૌએ મળીને લાવવાનું છે.

સભામાં હાજર રહેલા તુષાર કામડી Decision Newsને જણાવે છે કે તેમણે વધુમાં જણાવ્યું કે આદિવાસી સમાજના સંગઠનોને ખાતરી આપી કે કોંગ્રેસની સરકાર બનશે એટલે આદિવાસીના તમામ કાયદા જે કોંગ્રેસની દેન છે તે ફરીથી પાછા લાગુ કરશે.