વાંસદા: પાંચ દિવસ પછી એટલે કે 13 જૂનથી શાળાઓ શરુ થઇ રહી છે ત્યારે વાંસદા બજારમાં આવેલી જુદી-જુદીમાં સ્ટેશનરી દુકાનોમાં સરકારી પુસ્તકો અને સ્ટેશનરીની વસ્તુઓમાં 15થી 50 ટકાનો ભાવ વધારો થયા હોવાના કારણે વાલીઓનું આર્થિક બજેટ ખોરવાયાની બૂમ પડી રહી છે.
વાલીઓનું કહેવું છે કે હાલમાં નોટબુકો, ફુલસ્કેપ નોટબુકો, કોપીયર પેપર કાગળ તેમજ સ્ટેશનરી સહિતની શૈક્ષણિક વસ્તુઓના ભાવમાં 15થી 20 ટકાનો વધારો થયો છે જેને લઈને અમને ગયા વર્ષ કરતાં વધારે આર્થિક બોજ સહન કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
બજાર વિશ્લેષકો જણાવે છે કે લોખંડ અને પ્લાસ્ટિકમાંથી બનતી સ્ટેશનરીની વસ્તુઓનો કાચો માલ હાલમાં નહીવત મળવાના કારણે ઉત્પાદક કંપનીઓએ અત્યારથી જ ભાવ વધારો ઝીંકી દીધો છે જેના કારને આ વખતે સ્ટેશનરીની વસ્તુઓ વિદ્યાર્થી અને વાલીઓની ઊંઘ હરામ કરશે એ નક્કી છે.

