સુરત: ગામડાંના સામાન્ય વ્યક્તિના સપનાનું સુરત હવે ધીમે ધીમે ગુનાખોરીનું હબ બની રહ્યું છે ગતરોજ સુરતના ઉમરા વિસ્તારમાં મહિલા સાથે ગેંગરેપ થયાની ઘટના સામે આવી છે. વાત એમ બની કે 28 વર્ષીય મહિલાને પ્રેમીએ બંગલામાં બોલાવી તેની સાથે પ્રેમીએ શરીર સુખ માન્યું હતું અને ત્યાર બાદ યુવતીને પોતાના અન્ય બે મિત્રોને હવાલે કરી દીધી હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બંગલા નંબર 18, નંદનવન સોસાયટી, રંગીલાપાર્ક ઉમરા ખાતે રહેતા આરોપી જયેશ ઉર્ફે જયહેમંતની મુલાકાત 27 વર્ષીય મહિલા સાથે થઇ હતી. દોઢ મહિના પહેલાં બંને વચ્ચે થયેલી ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી. આરોપી જય અને મહિલા વચ્ચે મુલાકાતો વધતાં તેમણે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ વાસનાના પુજારીએ 27 વર્ષીય મહિલાને લગ્નની લાલચ આપી ગેંગરેપ ગુજારાયો હોવાની વાત વહેતી થઇ છે.
યુવકે પીડિતાનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલમાં સ્થાનિક પોલીસે આ બાબતે યુવક સહિત 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

            
		








