ધરમપુર: ગુજરાતમાં ગતરોજ જ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે ત્યારે અનેક જિલ્લાઓમાં અને તાલુકામાં આવેલા પ્રથમ વિદ્યાર્થીઓને લઈને પરિવાર અને સ્કૂલ કેમ્પસોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે  ધરમપુરના કરંજવેરી ગામની દીકરી ઈશિતા કુમારીએ ગામનું ગૌરવ વધાર્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાની કરંજવેરી ગામની દીકરી ઈશિતાકુમારી ધીરૂભાઇ દેશમુખએ ધોરણ 10 માં A-1 રેક્ર સાથે 92.83% પરિણામ લાવી એ.બી.સ્કુલ નવસારીનું નામ રોશન કર્યું છે. આટલું ઝળહળતું પરિણામ લાવ્યાના કારણે ગ્રામજનો શુભેચ્છાઓ પાઠવી ગામનું ગૌરવ વધાર્યું છે એમ કહી ગામની દીકરીની ખુશીમાં ખુશ જોવા મળી રહ્યા છે.

આજે એમ કહેવાય છે કે શહેરમાં દરેક ક્ષેત્રમાં દીકરી દીકરા જેટલી કાબિલ બની રહી છે ત્યારે હાલમાં આદિવાસી વિસ્તારની દીકરીઓ શિક્ષણક્ષેત્રમાં નવા મુકામ હાંસિલ કરી રહી છે. કરંજવેરી ગામનું ગૌરવ વધારનાર આ દીકરી પર સૌ ગ્રામજનો વ્હાલ વરસાવી રહ્યા છે.