ગુજરાત: નવા શૈક્ષણિક સત્રના પ્રારભં સાથે શાળાના ધોરણ-૧થી ૮ વિધાર્થીઓને મધ્યાહન ભોજન મળી રહે તે માટેનું આયોજન કરવાની સુચના આપવામાં આવી છે. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને વિધાર્થી દીઠ ૮મી, જૂન પહેલાં વ્યવસ્થા થઇ જશે.
સરકાર દ્રારા પ્રાથમિક શાળાના ધોરણ-૧થી ૮ના વિધાર્થીઓને પોષણયુકત આહાર મળી રહે તે માટે મધ્યાહન ભોજન અને નાસ્તો આપવામાં આવે છે. ત્યારે નવા શૈક્ષણિક સત્ર વર્ષ-૨૦૨૨-૨૩નો પ્રારભં તા.૧૩ મી, સોમવારથી થનાર છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી જ ધોરણ-૧ થી ૮ના વિધાર્થીઓને મધ્યાહન ભોજન મળી રહે તેવું આયોજન કરવાની સુચના મધ્યાહન ભોજન યોજનાના કમિશ્નરે આદેશ કર્યેા છે. જેમાં ધોરણ-૧ થી ૫ના વિધાર્થીદીઠ પિયા ૨.૮૮ પ્રમાણે અને ધોરણ-૬થી ૮ના વિધાર્થીદીઠ ૪.૩૧ પ્રમાણે શાકભાજી, મરી-મસાલા અને બળતણ સહિતની વસ્તુઓ મધ્યાહન ભોજન યોજનાના સંચાલક, કૂક અને એડવાન્સ પેશગી આપવાની રહેશે. ઉપરાંત અનાજ કઠોળ અને તેલની પરમીટ મળી જાય અને આગામી ૧૦મી, જૂન સુધીમાં જથ્થો દરેક શાળામાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે.
શાળાઓમાં માનદ વેતન ઉપર સંચાલક કમ કૂક, કૂક કમ હેલ્પરની નિમણૂંક કરવાની રહેશે. ઉપરાંત નિમણુકં કરાયેલા કર્મચારીઓના નામ, આધારકાર્ડ, મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટની વિગતો ઓનલાઇન સ્ટોક મેનેજમેન્ટ પોર્ટલ પર મોકલવાની રહેશે.











