ચીખલી: આજરોજ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પર્યાવરણના રક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવા શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકૂવાની ઈતર પ્રવૃત્તિ જેવી કે NCC નેવી, NSS, ઇક્કો ક્લબ અને રમતગમતના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરી, ચકલીના માળાઓનું વિતરણ કરી લોકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનવા માટેનો સંદેશો આપ્યો હતો.
રાનકુવા ગામના સરપંચ શ્રી અરવિદભાઈ હળપતિ, ઉપસરપંચ વાસુભાઈ, શ્રી મિતેશભાઇ દેસાઈ અને સામાજિક વનીકરણ ચીખલીના સ્ટાફ દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ૯ ગુજરાત નેવલ યુનિટ નવસારીના નૌસેના સૈનિક શ્રી ઘનશ્યામ પીઓ અને શ્રી અમીત સિંઘ એલએસ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત થવા આહવાન કર્યું હતું. ચકલીના માળા પોતાના ઘરમાં લગાવી આવનારી પેઢીને પર્યાવરણ પ્રત્યેજાગૃત થવા માટે પ્રેરણા આપવા જણાવ્યું હતુ.
ભૌતિક વિકાસની સાથે-સાથે માનવી પર્યાવરણને ખૂબ હાનિ પહોંચાડી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે. શાળાના આચાર્યશ્રી સંજય સિહ પરમાર સાહેબે અને કમાન્ડિગ ઓફિસર શ્રી અમિતની ટીમ રાનકુવા અને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.











