વાંસદા: આજરોજ PI અને સમાજના ઉત્થાનમાં હંમેશા મથતાં કિરણ પાડવી દ્વારા નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાનાં મોટી ભમતી ગામમાં આવેલી આંગણવાડીમાં શિક્ષણની પા પા પગલી માંડતા બાળકોને દેશીહિસાબ અને ફળોનું વિતરણ કર્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજે વાંસદા તાલુકાનાં મોટી ભમતી ગામમાં આવેલી આંગણવાડીમાં શિક્ષણની પા પા પગલી માંડતા બાળકોને દેશીહિસાબ અને ફળોનું વિતરણ સમાજસેવક અને ગુજરાત પોલીસમાં PI પડે સેવા આપી રહેલા કિરણ પાડવીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પી.આઈ કિરણ પાડવીએ જણાવ્યું હતું કે શિક્ષણએ બાળકોનો મૂળભૂત અધિકાર છે. એક જાગૃત નાગરિક તરીકે દરેક વ્યકતિએ બાળકોને શિક્ષિત અને સશક્ત બનાવવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડીરુપે મદદરૂપ થવું જોઈએ.આ પ્રસંગે પી.આઈ કિરણ પાડવી જીગ્નેશભાઈ તથા આંગણવાડી કાર્યકર જયશ્રીબેન હાજર રહ્યાં હતા.