પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ધરમપુર: ગતરોજ ધરમપુર તિસ્કરી તલાટ ગામમાં લગ્નમાં નાચતી વખતે એક યુવતી ધક્કો વાગવા ઘટનામાં યુવક દ્વારા  હુમલો થયાની ઘટના સામે આવી છે આ હુમલામાં ઘાયલ બનેલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુરના તિસ્કરી તલાટ પટેલ ફળિયાના યોગેશ રણછોડભાઈ મહાકાળ મધળડેરી ફળીયામાં પત્ની અને સાળી નિતાબેન સાથે લગ્નમાં ગયા હતા ત્યાં  ડીજે ઉપર નાચતી વખતે વાંસદાના લાકડબારી નીચલા ફળીયામાં રેહતા જીગર પરભુભાઈ ઠાકર્યાએ ધક્કામુક્કી કરી હતી. આ વિષે સવાલ પુછતાં જીગરે ગાળો આપી હાથમાં આવેલા હથિયાર વડે હુમલો કરી દીધો હતો. હુમલાના કારણે યોગેશભાઈ ઘાયલ થઈ ગયા હતા. આ ઘટના ઘટિત થતાં જ સ્થળ પર લોકો એકઠા થઇ ગયા હતા ત્યારે મોકો જોઈ જીગર ભાગી ગયો હતો.

ઘાયલ યોગેશભાઈ તથા રાજેન્દ્રને ધરમપુરની ખાનગી હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં  યોગેશ મહાકાળએ ધરમપુર પોલીસ મથકે જીગર વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી. હાલ પોલીસ ફરિયાદના આધારે પોતાની કાર્યવાહી કરી રહી છે.