ઉચ્છલ: તાપી જીલ્લાના ઉચ્છલ તાલુકાનાં ભડભુજા પ્રાથમિક શાળા ખાતે ચાર દિવસીય ગ્રીષ્મ બાળ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.તેમા અલગ અલગ 5 પ્રાથમિક શાળાઓ અનુક્રમે ભડભુજા, સેલૂડ, આનંદપુર, જામકી, સાકરદા પ્રાથમિક શાળાના બાળકોએ આ ગ્રીષ્મ બાળ પર્વની ચાર દિવસ સુધી ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે ગ્રીષ્મ બાળ શિબિરમાં ઉચ્છલ તાલુકાનાં સંયોજકો આશિષભાઈ અને પ્રકાશભાઈ દ્વારા બાળકોને ચાર દિવસ સુધી સતત શિક્ષણ, ઓડિયો, વિડિયો, બાળ ગીતો, ચિત્રકામ, વેસ્ટમાંથી બેસ્ટ, સારી ટેવો, વ્યસન મુક્તિ, સામાન્ય જ્ઞાન,શરીરની સંભાળ, સ્વછતા જેવા મુદ્દાઓ બાળકોને શિખવવામાં આવ્યા હતા.
આ સમર કેમ્પને બિરદાવવા માટે ભડભુજાના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોએ હાજરી આપી હતી. તે ઉપરાંત તાલુકા પંચાયતના સભ્ય, ડેરીના મંત્રી તથા સેલૂડ અને સાકરદાનાં સરપંચો હાજર રહ્યા હતા.

