પારડી: આજરોજ પારડી તાલુકાના અંબાચ ગામે કોરીમાં જે બ્લાસ્ટિગ કરવામાં આવે છે જેના લીધે ઘરોમાં તિરાડ પડતી હોવાથી બ્લાસ્ટિગ બંધ કરવાના મુદ્દાને લઈને અંબાચ, રાતા અને સલાવાવ ગામના આગેવાનોએ ધારાસભ્યશ્રી અનંત પટેલની અધ્યક્ષતામાં આવેદનપત્ર આપ્યું હતું.
જુઓ વિડીયો..
આ પ્રસંગે વાંસદા-ચીખલીના આદિવાસી ધારાસભ્યશ્રી અનંત પટેલ, કોંગ્રેસ નેતા વસંત પટેલ, ધરમપુરના અપક્ષના સભ્ય કલ્પેશ પટેલ અને અન્ય આદિવાસી આગેવાનો સાથે પારડી તાલુકાના અંબાચ, રાતા અને સલાવાવ ગામના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.

