ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ માહિતી કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ આપી છે, કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે નેશનલ હેરાલ્ડ કેસને લઈને આ નોટિસ જારી કરવામાં આવી છે. જે બાદ હવે સોનિયા અને રાહુલ 8મી જૂને પૂછપરછ માટે EDના અધિકારીઓની સામે હાજર થઈ શકે છે.

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, 2015માં EDએ આ કેસ બંધ કરી દીધો હતો. જો શાસક પક્ષને તે પસંદ ન આવ્યું તો EDના અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા, નવા લોકોની નિમણૂક કરવામાં આવી અને હવે તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ મોકલી રહ્યા છે. થોડા દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ અમે તેનો મજબૂતાઈથી સામનો કરીશું. સોનિયા ગાંધી 8 જૂને પૂછપરછ માટે જશે. જો રાહુલ દિલ્હીમાં હશે તો તેઓ પણ પૂછપરછમાં સામેલ થશે.