કપરાડા: ગતરોજ કપરાડા તાલુકામાં આદિવાસી આગેવાનો દ્વારા આદિવાસી નેતા અનંત પટેલના ગળુ દબાવનારા નવસારી LCBના PI પર અટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સસ્પેન્ડ કરવાની માંગણી સાથે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું.
જુઓ વિડીયો..
નવસારી જિલ્લાના લુંસિકુઈ મેદાન ખાતે GEB આઉટસોર્સિંગના કર્મચારીઓના હક અધિકારની માગણી માટે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવાની હતી. પરંતુ ત્યાં LCB ના PI દીપક કોરાટે વાસદા ચીખલીના આદિવાસી ધારાસભ્યશ્રી અનતભાઈ પટેલને જે આદિવાસી સમાજના દરેક પ્રશ્નોને વાચા આપતા હોય છે. જેને આયોજનપૂર્વક ગળાના ભાગને હાથની કોણીથી દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેના આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આવું કૃત્ય કરનાર LCB ના PI ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.
આ પ્રસંગે કપરાડાના આદિવાસી નેતા જયેન્દ્ર ગાંવિત અને અન્ય આદિવાસી આગેવાનોએ ઉપસ્થિત રહીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.