વાંસદા: કોણ કહે છે ગુજરાતમાં દારુબંધી છે સેલવાસ અને દમણથી અનેક બુટલેગરો દારૂના જથ્થાની હેરફેર કરતાં હોય છે અને યુવાનોને નશાના રવાડે ચઢાવે છે ત્યારે  ગતરોજ વાંસદા વાંસદા પોલીસ ટીમ દ્વારા એક લાખ કરતાં વધારે રૂપિયાનો દારુ અને બુટલેગરને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

વાંસદા પો.સ્ટે. ના સિનીયર પો.સ.ઇ.શ્રી વિરેન્દ્રસિંહ.એન.વાઘેલા જણાવે છે કે વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા, તે દરમ્યાન બાતમી મળી કે વઘઇ તરફથી એક કાળા કલરની હયુન્ડાઇ સેન્ટ્રો ફોરવ્હીલ ગાડીનો ચાલક પોતાના કબ્જાની ગાડીમા ચોરખાના બનાવી તેમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઇ આવનાર છે અને તે હયુન્ડાઇ સેન્ટ્રો ગાડી વાંસદા, ખડકાળા સર્કલ થઇ ઉનાઇ થઇ કડોદરા તરફ જનાર છે, જે બાતમી હકીકતથી પોલીસ સ્ટાફને વાકેફ કરી બે પંચોના માણસોને ચઢાવ ગામે કોષ ખાડીના પુલના ઉત્તરના કિનારે રોડ ઉપર બોલાવી પોલીસ તથા પંચો સાથે છુટા છવાયા વોચમા હતા, તે દરમ્યાન ઉપરોકત બાતમીવાળી ગાડી GJ-05-CH-1705 આવતા તેને ઉભી રાખી તેમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની છુટ્ટી નાની-મોટી બાટલીઓ નંગ-૧૪૮ કિ.રૂ-૩૩,૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ-૫,૦૦૦/- તથા રોકડા રૂપીયા-૩૭૦/- તથા ગાડીનો વેચાણ-કરાર કિ.રૂ.૦૦/- તથા હ્યુન્ડાઇ કંપનીની સેન્ટ્રો ગાડી નંબર-GJ-05-CH-1705 કિ.રૂ.૭૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧,૦૮,૫૭૦/- ના મુદામાલ પકડી પડયો હતો

હાલમાં વાંસદા પોલીસ દ્વારા પ્રોહી એક્ટ કલમ-૬૫AE,૮૧,૯૮(૨),૧૧૬ (બી) મુજબનો ગુનો દાખલ નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે. વાંસદાના સિની.પો.સ.ઇ.શ્રી વિરેન્દ્રસિંહ એન. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.