ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાની મામલતદાર કચેરી ખાતે પ્રાંત સાહેબશ્રી ધરમપુરના અધ્યક્ષ પણા હેઠળ ધરમપુર મામલતદાર, TDO, ધરમપુરના ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષશ્રીને પાર-તાપી લીંક બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
જુઓ વિડીયો..
ધરમપુરના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ Decision News સાથે વાત કરતાં જણાવે છે કે પાર તાપી રિવર લીંક યોજનામાં જે મારા ગરીબ આદિવાસી પરિવારો અને જળ-જંગલ-જમીન અને સમાજની અસ્મિતાનો નાસ કરનારી યોજના હોઈ અને આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી ચીખલી તાલુકાના ખુડવેલ ગામે આવી રહ્યા હોઈ જેથી ત્યાં અમે આદિવાસી સમાજના 20,000 વીસ હજાર વિસ્થાપિત થનાર લોકો સાથે શાંતિપૂર્ણ રીતે રજુઆત અને શ્વેતપત્રની માંગણી માટેની રજૂઆત કરવા માટે જવાના હોઈ જેથી અમોને બસોની ફાળવણી કરી આપવામાં આવે એ માટે લોકો વતી મેં વિંનતી કરી છે.
તેમણે વધુમાં કહ્યું કે અમારી માંગણી શાંતિ પૂર્ણ રીતે હોઈ જેથી મને કે અમારા એક પણ માણસને કાર્યક્રમના અગાઉ ડિટેઇન કરવું નહિ. આ બેઠકમાં ધરમપુરના પ્રાંત સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી, TDO સાહેબશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, માનનીય ધારાસભ્યશ્રી, ધરમપુર તાલુકાના તલાટીશ્રીઓ ધરમપુર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, ધરમપુર તાલુકાના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતાં.

