વ્યારા: ગતરોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં સાહિત્ય સેતુ દ્વારા ‘કૌશલ્ય વર્ધન શિબિર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી સાહિત્યના જાણીતા અને ઉભરતા કવિઓ અને લેખકોની સાથે સાહિત્ય રસિકોએ ભાગ લીધો હતો
આ સાહિત્ય સેતુના ‘કૌશલ્ય વર્ધન શિબિર’ કાર્યક્રમમાં રોશન ચૌધરીએ ‘ભાષા અને બોલી વચ્ચેનો ભેદ અને પરસ્પર પૂરક’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ જાણીતા સાહિત્યકાર શ્રી ડૉ. રાઘવજીભાઈ માધડ દ્વારા ‘વાર્તાલેખન અને કથન કૌશલ્ય’ પર વક્તવ્ય, શ્રી મહેશ ઢીંમર દ્વારા ‘એકાંકી લેખન, વર્ગમાં અભિનય કૌશલ્ય’ પર વક્તવ્ય, શ્રી નૈષદ મકવાણા સાહેબ દ્વારા ‘કાવ્યલેખન, ગીત-ગઝલના છંદની પ્રાથમિક સમજ’ વિષયક વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની ખાસિયત એ છે કે સાહિત્ય સેતુ જેવા સાહિત્યિક ગ્રુપ દ્વારા આયોજિત આ શિબરમાં ઉનાળાના વેકેશન દરમ્યાન પણ સ્વૈચ્છિક રીતે ઘણા શિક્ષકો, આચાર્યો, અધ્યાપકોને ગુજરાતી સાહિત્યમાં વધુ પોતાનો ફાળો આપવા પ્રેરિત કરનારી બની છે.