કપરાડા: હવે તો હદ થઈ.. શું ધ્યાન રાખે છે સ્થાનિક નેતાઓ અને જવાબદાર અધિકારીઓ.. આટલો ભ્રષ્ટાચાર.. દરેક દિવસે કોઈને કોઈ ખાતામાં ભ્રષ્ટાચાર થયાનું સામે આવી રહ્યું છે. કપરાડાના વહીવટીતંત્રમાં ખદબદતો ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે. ફરી એક વખત કપરાડાના શિગારટાટી ગામમાં બની રહેલા ડામર રસ્તા કરી ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું છે.

Decision News એ લીધેલી મુલાકાતમાં જણાયું કે કપરાડાના શિગારટાટી ગામમાં બની રહેલા ડામર રસ્તા  ઉપરનો ડામર આંગળીના ટેરવે ઉખડી જાય છે 15 માં નાણાંપચની ગ્રાટમાંથી કરવામાં આવતા વિકાસના કામો ગંભીર બેદરકારી સામે આવી રહી છે સરકારી અધિકારીઓ આવી ગંભીર બાબતે આડા કાન કરી રહ્યા છે. મોસમના પ્રથમ વરસાદમાં 110 મીટરનો પ્રજાના ટેક્સથી લાખો રૂપિયાના ખર્ચે બનેલો ડામર રસ્તો ગણતરી દિવસોમાં ધોવાય જશે એવા પ્રકારનું કામ આ ડામર રસ્તામાં થયું હોવાનું લોકો જણાવી રહ્યા છે.

સ્થાનિક લોકો માં ચિંતા નો વિષય 15માં નાણાંપચની ગ્રાટનો દુરુપયોગ કરતી ગ્રામ પંચાયત પર લગામ ક્યારે લાગશે હવે જોવું રહ્યું સરકારી બાબુ એવા કોન્ટ્રાક્ટરો પર કેવા પ્રકારની કાર્યવાહી કરે તે જોવું રહ્યું .