ખેરગામ: આજરોજ ખેરગામના રૂમલા ગામમાં વહેલી સવારે ટ્રક ચાલકને ઝોકું આવી જતાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા નહેરમાં ટ્રક ખાબકી હોવાનો અકસ્માત બનવા પામ્યો હતો જેમાં ત્રણ ક્રેઈનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી.

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુરથી રાનકુવા તરફ ડ્રાયફ્રૂટ ભરીને વહેલી સવારે રૂમલા થઈ પસાર થતી વેળાએ ટ્રક ચાલકને ઊંઘનું ઝોકું આવી જતાં ટ્રક ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો. ટ્રક રોડની બાજુમાંથી પસાર થતી મોટી કેનાલમાં ખાબકી હતી.

જોકે ઘટનામાં ટ્રક ડ્રાયવરનો આબાદ બચાવ થયો હતો. કેનાલમાંથી ટ્રકને કાઢવા માટે ત્રણ ક્રેન કામે લાગી હતી. કેનાલમાંથી ટ્રકને ક્રેન દ્વારા બહાર કાઢતી વેળાએ લોકો જોવા માટે ટોળે ટોળા વળી ગયા હતા.